બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉન બાદ કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, મોલ સિવાયની તમામ દુકાનો ખોલવા આપી મંજૂરી...

સમગ્ર દેશમાં કોરોના વાયરસના વધતા કહેરને લઈને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને તે 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગઈ કાલે મોડી રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને આ સમગ્ર જાણકારી આપી છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ મોલ સિવાયની તમામ દુકાનો 50 ટકા સ્ટાફ સાથે ખોલવા કેન્દ્ર સરકારની મંજૂરી { હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારોમાં આ લાગુ નહીં પડે } તેમજ સામાજિક અંતર, સેનેટાઈઝર અને માસ્ક ફરજિયાત રાખવા પડશે. આ ઉપરાંત દુકાનો ક્યારથી ખુલશે તેનો અંતિમ નિર્ણય રાજ્યો અને જિલ્લા વહીવટી તંત્ર કરશે.



કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આવતીકાલથી ચોક્કસ નિયમો પાળવાની શરતે દુકાનો ખોલી શકાશે તેમજ હોટસ્પોટ વિસ્તારમાં નહીં ખોલી શકાય દુકાનો, આ ઉપરાંત શોપિંગ મોલ, કોમ્પલેક્ષ નહીં ખોલી શકાય તેમજ બીન જરૂરિયાત વાળી દુકાનો પણ સવારથી ખોલી શકાશે, તકેદારીના ભાગરૂપે ૫૦% સ્ટાફ , ફીઝીક્લ ડીસ્ટન્સ અને માસ્ક ફરજીયાત.

આ ઉપરાંત દુકાનોમાં ભીડ ભેગી ન થાય તે જોવાની જવાબદારી દુકાન માલીકની રહેશે. તેમજ આ દુકાનો ક્યારથી ખલો શકાશે તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે રહેશે. ત્યારે રાજ્યમાં સતત કોરોના વાયરસના વધતા કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા શુ નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું...