બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું નિવેદન, ભારતે હાઇડ્રોક્લોરોક્વીન દવા માટે "વસુધૈવ કુટુંબકમ"ની નીતિ અપનાવી છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે કોરોના વાયરસ માટે અસરકારક દવા તરીકે હાઇડ્રોક્લોરોક્વીનને માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં હાઇડ્રોકોરોક્વીન દવાના ઉત્પાદક તરીકે ભારત સૌથી મોટું ઉત્પાદક છે. ત્યારે અમેરિકા સહિતના દેશોએ ભારત પાસે હાઇડ્રોક્લોરોક્વીન દવાની માંગણી કરી હતી જેને લઈને તેના નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આંશિક રીતે હટાવવામાં આવ્યો હતો.

હાઇડ્રોક્લોરોક્વીન દવાનો પ્રથમ જથ્થો અમેરિકા પહોંચી પણ ચુક્યો છે. અમેરિકી સરકાર દ્વારા ભારતની આ મદદને ક્યારેય ન ભૂલવાની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોના વાયરસનો સૌથી વધારે કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે, તેવા સમયે ભારત દ્વારા અમેરિકામાં હાઇડ્રોક્લોરોક્વીન દવા મોકલવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ ભારત અને વિશ્વ માટે આ તકનો ઉપયોગ કરવા માંગે છે. આ એક મહત્વપૂર્ણ તક છે કે જ્યાં ભારત જીવન બચાવી શકે છે અને અમે તે તકને  જવા દેવા માંગતા નથી.

કેન્દ્રીય કેબીનેટ પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, જ્યારે અમે વડાપ્રધાનને ભારતની ઉત્પાદન ક્ષમતા વિશે સંક્ષિપ્તમાં જણાવવા ગયા હતા, ત્યારે તેઓ તેને મોટાભાગના જાણતા હતા.તે ઇચ્છતા હતા કે આપણે આગળ વધીએ.  તેમના નિર્દેશમાં તમામ હિસ્સેદારોને બોર્ડ પર લાવવાનો હતો, જેથી સુનિશ્ચિત કરવામાં આવે કે આપણે તરત જ ઉત્પાદનમાં વધારો કરીશું.

આ ઉપરાંત હાઇડ્રોક્લોરોક્વીન દવા મુદ્દે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે, ભારત પાસે આ દવાનો પુરતો જથ્થો છે. તેમજ ભારતે દવા માટે વસુધૈવ કુટુંબકમની નીતિ અપનાવી છે. દેશમાં હાઇડ્રોક્લોરોક્વીન દવાનો પુરતો જથ્થો છે. તેમજ તેમને જણાવ્યું હતું કે આ દવા બાબતે ભારત અન્ય તમામ દેશોને મદદ કરશે.


ઉલ્લેખનીય છે કે માંડવીયા ગાંધી વિચારો સાથે જોડાયેલા છે અને સમગ્ર દેશમાં પદયાત્રી તરીકે તેમને ઓળખવામાં આવે છે.