બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દેશમાં કોરોના વાયરસનો આંક 62 લાખને પાર...

સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાંને કારણે દેશમાં કોરોનાને માત આપીને સ્વસ્થ થતાં દર્દીઓના દરમાં , સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 83.33% થઈ ગયો છે. અત્યાર સુધીમાં 51,87,825 દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચુક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 86,428 લોકો કોરોનાને માત આપીને સાજા થયાં છે. હાલ દેશમાં 9,40,441 કેસ એક્ટિવ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 97,497 લોકોનાં મૃત્યુ નોંધાઇ ચુક્યા છે. વીતેલા 24 કલાકમાં કુલ 1179 મૃત્યુ નોંધાયા હતા. જો કે કોરોનાથી થતાં મૃત્યુનો દર ઘટીને 1.57 ટકા થયો છે. દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 10,86,688 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 7,41,96,729 સેમ્પલ ટેસ્ટ થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર અને આંધ્રપદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.


➡️ દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 80,472 કેસ
➡️ 24 કલાકમાં 1179 ના મૃત્યુ; કુલ 97,497 ના મૃત્યુ
➡️ દેશમાં કોરોનાના કુલ 62,25,763 કેસ
➡️ 24 કલાકમાં દેશમાં 86,428 દર્દી સાજા થયા
➡️ કુલ 51,87,825 સ્વસ્થ, કુલ 9,40,441 સક્રિય કેસ
➡️ મહારાષ્ટ્ર અને આંધ્રપદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા