બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર ધામ કેદારનાથ મંદિરના કપાટ આજે ખોલી દેવામાં આવ્યા...


સમગ્ર દેશમાં એક તરફ કોરોનાએ ભરડો લીધો છે ત્યારે બીજી તરફ ખુબજ પવિત્ર ધામ કેદારનાથ મંદિરના કપાટ આજે ખોલી દેવામાં આવ્યા છે. પૂરા વિધિ વિધાન અને પરંપરાઓ અનુસાર આજે સવારે 6 કલાક 10 મિનિટે બાબા કેદારનાથના કપાટ સાદગી સાથે ખોલી દેવામાં આવ્યા છે. કેદારનાથ ધામના મુખ્ય ધામના મુખ્ય પુજારી શિવ શંકર લિંગની હાજરીમાં મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં શ્રદ્ધાળુઓને ધામમાં આવવાની પરમીશન નથી.



દેવસ્થાનમાં બોર્ડના 16 લોકોને જ કેદારનાથ જવાની પરવાનગી મળી છે. આ સિવાય ધામમાં કેટલાક મજૂરો અને પોલીસ જવાન હાજર છે. આ વખતે બાબા કેદારનાથી ડોલી એક દીવસ પહેલા કેદારનાથ પહોંચી ગઈ હતી. હવે ફરીથી હંમેશાની જેમ આગામી છ મહિના સુધી શિવજીની પૂજા અર્ચના કરવામાં આવશે.

આ વખતે 27મી એપ્રિલના રોજ વાર્ષિક પંચમુખી ડોલી યાત્રા નીકાળવામાં આવી. પરંતુ આ વખતે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના લીધે આ યાત્રામાં કોઇપણ તીર્થયાત્રી સામેલ થયા નહોતા. આ યાત્રા ચાર ધામ તીર્થ યાત્રાનો એક ભાગ છે અને સામાન્ય રીતે દર વર્ષે 1000થી વધુ તીર્થયાત્રીઓની સાથે સેનાના ત્રણ કુમાઓ બટાલિયન તેનું નેતૃત્વ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અક્ષય તૃતીયાના શુભ અવસર પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. આની સાથે જ ચારધામ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે.