બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આ બે દવાઓના નિકાસ પર આપી મંજુરી, કોરોના સામે લડવા અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ...

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે, કોરોના વાયરસથી અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, ત્યારે કોરોના વાયરસની સૌથી વધારે અસર અમેરિકા પર છે. જેને લઈને અમેરિકાએ ભારત પાસે હાઇડ્રોક્લોરોક્વીન દવાની માંગણી કરી હતી. જેના જવાબમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આ અંગે જણાવવા કહ્યું હતું, જેના બદલામાં ટ્રમ્પે વ્હાઈટહાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ભારતને જોઈ લેવાની ધમકી આપી હતી.

સમગ્ર વિશ્વમાં હાઇડ્રોક્લોરોક્વીન અને પેરસીટોમલની દવાનો સૌથી મોટો ઉત્પાદક ભારત છે. અને કોરોના વાયરસની સારવારમાં મેલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન અને પેરસિટોમલ દવા કોરોના વાયરસ સામેની લડાઈમાં અક્ષીર સાબિત થઇ છે. જેના કારણે  અમેરિકાએ ભારત પાસે આ દવાની માંગણી કરી હતી. ભારત સરકાર ખતરનાક કોરોના વાયરસની સારવારમાં પ્રભાવી હાઇડ્રોક્લોરોક્વીન અને પેરાસીટામોલ દવાના નિકાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા માટે તૈયાર થઇ ગયું છે.

વિદેશ મંત્રાલયે આ નિર્ણય સૈધાંતિક રીતે લીધો છે કે કોરોના વાયરસથી પ્રભાવિત અમેરિકા સહીત પાડોશી દેશોને આ જરૂરી દવાઓની સપ્લાય કરવામાં આવશે. અમેરિકા, બ્રાઝીલ, સ્પેન અને જર્મની સહીત લગભગ 30 દેશોથી કોરોના સંકટ દરમિયાન હાઇડ્રોક્લોરોક્વીનની નિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે અને તેમાંથી મોટા ભાગના દેશોએ આ પ્રતિબંધ હટાવવા માટે ભારત પાસે માંગ કરી હતી. ત્યારબાદ ભારત સરકારે આ નિર્ણય કર્યો છે, જેના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વખાણ કર્યા છે.