વ્યસનીઓ માટે ખુબજ રાહતના સમાચાર! જાણો લોકડાઉન 4.0 માં કેટલી મળશે છૂટછાટ..
આવતીકાલે લોકડાઉન-૩ પૂર્ણ થવાનું છે અને સોમવારથી લોકડાઉન-૪ ની જાહેરાત પહેલેથી જ થઈ ચૂકી છે, ત્યારે વ્યાપક અને શરતી છૂટછાટો સાથે અર્થતંત્રને વેગીલું બનાવવા માટેની કવાયત હાથ ધરાય, તેવા સંકેતો મળી રહ્યા છે. એકંદરે કોરોના અંગેની તમામ સાવચેતી સાથે જનજીવન ધબકતું કરવાના પ્રયાસો થશે, તેમ જણાય છે.
સમગ્ર દેશમાં લોકડાઉન 4.0 વધારવામાં આવ્યું છે. આ બાબતે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડ લાઇન્સ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ સ્થાનિક અને વિદેશી ઉડ્યનો પરવાનગી નથી. હોટ સ્પોટ વિસ્તારમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. મેટ્રો પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. આ ઉપરાંત શાળા- કોલેજ બંધ રહેશે. રેસ્ટોરન્ટ્સ, સ્કુલ અને જિમ પણ ખોલી શકાશે. આ ઉપરાંત તમામ ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે.
શાળા અને કોલેજ બંધ રહેશે. નવી ગાઇડ લાઇન અનુસાર રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોન હવે રાજ્ય સરકારો નિશ્ચિત કરશે. તમામ પ્રકારનાં ધાર્મિક સ્થળો અને મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. ઇદ જેવા તહેવારો હોવાનાં છતા લોકોએ ઘરમાં જ રહીને તહેવાર ઉજવવો પડશે. આ ઉપરાંત પાન મસાલાની દુકાનો ખોલવા માટેની પરવાનગી આપી દેવાઇ છે. બીજી તરફ કેબિનેટ સચિવ રાજીવ ગોબા લોકાડઉન 4.0 ગાઇડ લાઇન મુદ્દે આજે રાત્રે 9 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોનાં મુખ્ય સચિવો/ મહાનિર્દેશકો સાથે ચર્ચા કરશે.
અત્રે ઉલ્લેખીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પાન મસાલા અને ગુટખાનાં વેચાણને પરવાનગી આપવામાં આવી ચુકી છે. કેન્દ્ર સરકાર દ્વારા છુટ આપી દેવાઇ છે પરંતુ રાજ્ય સરકાર આ છુટછાટને યથાવત્ત રાખે છે કે કેમ તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખીય છે કે અન્ય રાજ્યોમાં દારૂબંધી હટ્યા બાદ હવે ગુટખા બંધી પણ કેન્દ્ર સરકારે હટાવી દીધી છે. પરંતુ હવે ગુટખા પર પ્રતિબંધ યથાવત્ત રાખવો કે કેમ તે અંગે ગુજરાત સરકાર આખરી નિર્ણય કરશે. જો કે જાહેરમાં થુંકવા પર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન પાનના ગલ્લા ધારકોએ કરવાનું રહેશે. આ ઉપરાંત હેન્ડ સેનિટાઇઝર જેવી સુવિધાઓ પણ ગ્રાહકોને આપવી પડશે.
જાણો ગુજરાતમાં શુ રહેશે ચાલુ અને બંદ!