બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આવતી કાલે PM મોદી મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, લોકડાઉન લંબાવવું કે સમાપ્ત કરવું તે અંગે કરવામાં આવશે ચર્ચા...

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કહેરને લઈને 3 મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને લઈને આવતી કાલે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મહામારી અંગે મુખ્યમંત્રીઓ સાથે આ તેમની ત્રીજી વીડિયો કોન્ફરન્સ હશે.



સમગ્ર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26 હજાર 738 થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 827 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે આંધ્રપ્રદેશમાં 81, રાજસ્થાનમાં 69, બંગાળમાં 40, ઝારખંડમાં 6, બિહારમાં 4, ઓડિશામાં 3 અને કર્ણાટકમાં 1 નવો કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં સંક્ર્મણ 26 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું છે. પરંતુ 21 હજાર 115 દર્દીઓ એટલે કે 80% માત્ર 7 રાજ્યોમાંથી છે.

આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં 26 હજાર 496 સંક્રમિત છે. તેમાંથી 19 હજાર 868ની સારવાર ચાલુ છે, 5803 સાજા થઇ ગયા છે, જ્યારે 824 લોકોએ જીવ ગુમાવ્યા છે.



લોકડાઉનના બીજા ફેઝમાં 10 દિવસમાં દર્દીઓની સંખ્યા ડબલ થઇ ગઈ છે. 15 એપ્રિલ સુધી 12 હજાર 370 દર્દી હતા, જે 25 એપ્રિલ મોડી રાત સુધીમાં 26 હજાર 378 થઇ ગયા છે. શનિવારે રેકોર્ડ 1835 કેસ નોંધાયા હતા. આ એક દિવસમાં નવા દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા 23 એપ્રિલે 1667 સંક્રમિત મળ્યા હતા.



ત્યારે આ સમગ્ર મામલે વડાપ્રધાન તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરવાના છે જેમાં લોકડાઉન લંબાવવામાં આવશે કે સમાપ્ત કરવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે દ્વારા હજી સુધી 3 મે બાદ રેલવે વ્યવહાર ચાલુ કરવામાં આવશે કે નહીં આવે તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.