બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉનને લઈને સૌથી મોટા સમાચાર, PM મોદીએ કહ્યું "14મી એપ્રિલે લોકડાઉન હટાવવું અશક્ય"

દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે, કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 14 એપ્રિલ સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, લોકડાઉનનું આ અંતિમ અઠવાડિયું ચાલી રહ્યું છે અને દિવસે ને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

લોકડાઉન 14 એપ્રિલે પૂર્ણ થતું હોઈ એ વાત પર સસ્પેન્સ યથાવત હતો કે, શું 14 એપ્રિલ બાદ પણ લોકડાઉન લંબાઈ શકે છે? જે સંદર્ભે ચર્ચા માટે આજે PM મોદીએ દિલ્હી ખાતે ઓલ પાર્ટી મીટનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં PM મોદીએ જણાવ્યું હતું કે, "આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓનો મત જાણશે પરંતુ આ તબક્કે લોકડાઉન હટાવી દેવું શક્ય નથી."