બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પતંજલિએ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી કોરોનીલ દવા લોન્ચ કરી...

પતંજલિના બાબા રામદેવે કોરોના પર દવા બનાવવાનો દાવો કર્યો છે. સોમવારે બાબા રામદેવે હરિદ્વારમાં કોરોનિલ દવા શરૂ કરી. આ મામલે બાબા રામદેવે કહ્યું કે અમે દવાના બે ટ્રાયલ કર્યા છે. પ્રથમ- ક્લિનિકલ નિયંત્રણ અધ્યયન, બીજું-ક્લિનિકલ નિયંત્રણ.



બાબા રામદેવે જણાવ્યું  કે અમે દિલ્હીથી ઘણા શહેરોમાં ક્લિનિકલ કંટ્રોલ અભ્યાસ કર્યો છે. આ હેઠળ, અમે 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. ક્લિનિકલ અભ્યાસના પરિણામોમાં, 100 ટકા દર્દીઓ પુન  રિકવર થયા અને કોઈનું મોત થયું નથી. કોરોનના દરેક સ્ટેજને અમે અટકાવી શક્યા છે. બીજા સ્ટેજમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું.



બાબા રામદેવે દાવો કર્યો હતો કે 100 લોકો પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ કરવામાં આવી હતી. 3 દિવસમાં, 69 ટકા દર્દીઓ સ્વસ્થ થયા, એટલે કે પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે . ઇતિહાસની આ સૌથી મોટી ઘટના છે. સાત દિવસમાં, 100 ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ગયા.