બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને તમામ સાંસદો એક વર્ષ સુધી પોતાના પગારમાંથી 30% રકમ નહી સ્વીકારે...

દેશમાં કોરોના વાયરસને વધતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમવારના યોજાયેલ કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દેશમાં ચાલી રહેલા કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને તમામ સાંસદો એક વર્ષ સુધી પોતાના પગારમાંથી 30% રકમ નહિ સ્વીકારે. કેન્દ્રીય કેબીનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી જણાવી છે. તેમને જણાવ્યું કે સાંસદ સભ્યોને મળતા ફંડની રકમ પણ કોરોના વિરુદ્ધની લડાઈમાં ઉપયોગમાં લેવામાં આવશે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલી બેઠકમાં આજે 2 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં, તમામ સાંસદોના પગારમાં એક વર્ષ સુધી 30% નો ઘટાડો કરવામાં આવશે, ઉપરાંત બે વર્ષ માટે MPLAD ફંડને સ્થગિત કરવામાં આવશે. તેમજ આ ફંડનો ઉપયોગ દેશમાં સ્વાસ્થ્ય સેવાને શાનદાર બનાવવા અને કોરોના વાયરસ સામે લડવા માટે ઉપયોગ કરવામાં આવશે.
દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ તથા તમામ સાંસદો દ્વારા આ નિર્ણય સ્વેચ્છાએ લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જાવડેકરના જણાવ્યા પ્રમાણે તમામ સાંસદોની સાંસદ નિધિ સંયુક્ત રૂપથી  7900 કરોડ રૂપિયા થશે. આ રકમ ભારત સરકારના Consolidated Fund માં જમા કરવામાં આવશે.