બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના વાયરસની મહામારીના સમયે ભાજપ સાંપ્રદાયિક શાંતિને ડામાડોળ કરી રહી છે અને નફરતનો વાયરસ ફેલાવી રહી છે: સોનિયા ગાંધી

સમગ્ર દેશ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ તેમજ PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે તેમજ તેમને જણાવ્યું છે કે, ભાજપ કોરોના વાયરસ મહામારીના સમયે પણ સાંપ્રદાયિક શાંતિને ડામાડોળ કરી રહી છે અને નફરતનો વાયરસ ફેલાવી રહી છે.

કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં તેમણે કોરોના વાયરસની સામેની લડતમાં મોદી સરકારની રણનીતિ પર પણ નિશાન તાક્યું છે, તેમને કહ્યું છે કે આવી મહામારીના સમયે એકજૂથ થઈને લડત આપવી જોઈએ ત્યારે ભારત સાંપ્રદાયિક પૂર્વાગ્રહ અને નફરતનો વાયરસ ફેલાવવામાં લાગી છે. આ ઉપરાંત સોનિયા ગાંધીએ પીપીઈ કિટની અછત અને તેની ખરાબ ગુણવત્તા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશમાં કોરોના વાયરસના સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ગયા ત્રણ સપ્તાહથી કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે અને તેની ગતિ પણ વધી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે ખેડૂતો, મજૂરો અને પ્રવાસી મજૂરોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે માગણી કરી છે કે, ગરીબો, મજૂરો અને ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ. આ ઉપરાંત મજૂરોને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પણ તાત્કાલિક પગલા લેવામાં આવે.