બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભારતીય નેવીમાં કોરોના વાયરસની એન્ટ્રી, એકસાથે 20 જવાન સંક્રમિત...

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે. આ ઘટક વાયરસ હવે ભારતીય નૌસેના (Indian Navy) સુધી પહોંચી ચુક્યો છે. મુંબઈ સ્થિત આઇએનએસ આંગ્રે માં કોરોના વાયરસના મોટા કેસ સામે આવ્યા છે.

મળતી વિગતો અનુસાર પશ્ચિમ નેવી કમાનના કિનારે સ્થિત લોજીસ્ટીક અને એડમીનીસ્ટ્રેટીવ સપોર્ટ બેસ પર કોવિદ 19 ના પોઝીટીવ કેસો નોંધાયા છે. દાવો કરવામાં આવ્યો છે કે પોઝીટીવ કેસની સંખ્યા 20 ની હોઈ શકે છે. INS આંગ્રે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દરિયા કિનારે સ્થિત છે.

પોઝીટીવ મળી આવેલા તમામ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. INDIAN NAVY માં કોરોના સંક્રમણનો આ પ્રથમ કેસ સામે આવ્યો છે. હવે એ તમામ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે જે લોકો આ સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ તમામ લોકો INS આંગ્રે પર બનાવવામાં આવેલા પોતાના રૂમમાં રહેતા હતા.

આ ઉપરાંત એવા પણ સમાચાર મળ્યા છે કે કોરોના પોઝીટીવ જણાયેલા તમામ સૈનિકોને મુંબઈની નેવી હોસ્પિટલ આઈએનએચએસ અશ્વિનીમાં ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નેવીમાં આ પ્રથમ કેસ છે કે જ્યાં કોરોના સંક્રમીતો સામે આવ્યા છે. Indian Navy આ તમામ લોકોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે.