બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉન ખુલ્યા બાદ રેલ્વે મુસાફરીના નિયમો વધુ કડક બનશે, આરોગ્ય સેતુ એપ અને માસ્કનો ઉપયોગ ફરજીયાત થઇ શકે છે.

કોરોના વાયરસના કરને સમગ્ર દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવેલું છે. લોકડાઉન હજી વધારે આગળ વધશે કે નહિ તેના પર હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ રેલ્વે વિભાગ દ્વારા તેની સમગ્ર કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણથી બચવા માટે રેલ્વે વિભાગ મહત્વપૂર્ણ દરખાસ્તો જેવી કે, મુસાફરો ને માસ્ક પહેરવા, મુસાફરી કરતા પહેલા સ્વાસ્થ્યની તપાસ કરવી, આ માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપનો ઉપયોગ અને ટ્રેનમાં પેસેન્જર વચ્ચે અંતર જાળવી રાખવું વગેરે જેવા પગલા લેવામાં આવી શકે છે.

રેલ્વે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ સમય દેશ માટે ખુબ સંવેદનશીલછે, આવી પરિસ્થિતિમાં રેલ્વે વિભાગ આવક પર નહિ પરંતુ મુસાફરોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટ્રેન સેવા ફરી શરુ થયા બાદ પેસેન્જરની સુરક્ષા માટે જરૂરી પ્રોટોકોલ અંગે પણ રેલ્વે વિભાગ ચર્ચા કરી રહ્યું છે.

રેલ્વે ખાસ કરીને સ્થળાંતર કામદારોને લઈ જનારા રૂટો પર ટ્રેન સેવા શરુ કરી શકે છે, આ ઉપરાંત લોકડાઉન અમુક વિસ્તારોમાં જ ખૂલવામાં આવે તો માત્ર તે રૂટો પર જ ટ્રેન દોડાવવામાં આવશે, બિન જરૂરી મુસાફરી અટકાવવા માટે રેલ્વે લોકડાઉન કરવાના અગાઉના હુકમને રદ કરી શકશે નહિ. ટ્રેનોમાં મુસાફરી કરનાર પેસેન્જરનું થર્મલ સ્ક્રીનીંગ અને અન્ય રીતે તપાસ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. માસ્ક પહેરીને ટ્રેનમાં મુસાફરી કરવી ફરજીયાત હોઈ શકે છે.

જો કે કોરોના વાયરસ લોકડાઉનને ધ્યાનમાં રાખીને સ્થગિત કરવામાં આવેલી સેવાઓ ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારી મંજુરી બાદ તબક્કાવાર રીતે આ કામગીરી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.