બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાના કહેર વચ્ચે IPL 2020 અનિશ્ચિત મુદ્દત માટે પડતી મુકવામાં આવી.

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગુરુવારના રોજ IPL ની ટી 20 ટુર્નામેન્ટને અનિશ્ચિત મુદ્દત માટે પડતી મુકવામાં આવી છે. આમ 2020 ની આઈપીએલ સીઝન રદ કરવામાં આવી છે. BCCIએ જણાવ્યું હતું કે, તેઓ આ વિકટ પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે અને ભવિષ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થયા બાદ આ અંગે વિચારણા કરવામાં આવશે.

2020ની IPLનો પ્રારંભ 29 માર્ચના રોજ થવાનો હતો અને ત્યારબાદ તેને 14 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ ભારત સરકાર દ્વારા લોકડાઉનની મુદ્દત વધારીને 3 મે સુધી કરવામાં આવતા આ ટી 20 ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી.

આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરમાં રમાવવામાં આવશે તેવી પણ અટકળો ચાલી રહી હતી. પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈ આગામી સમયમાં તેના આયોજનની કોઈ શક્યતા જણાતી નથી, ત્યારે ગુરુવારે ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરીને અનિશ્ચિત મુદ્દત માટે તેને પડતી મુકવાનો નિર્ણય લીધો છે.

BCCIના સેક્રેટરી જય શાહે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશના લોકો તથા IPL સાથે સંકળાયેલા તમામના આરોગ્ય અને સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે સંપૂર્ણ સલામતી હશે અને યોગ્ય રીતે આયોજન થઇ શકશે ત્યારે જ આઈપીએલ 2020 સીઝનનો પ્રારંભ થશે.