બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદમાં નહીં તૂટે રથયાત્રાની પરંપરા, રથયાત્રા કાઢવા સરકાર હાઇકોર્ટ સમક્ષ કરી રજુઆત, થોડીવારમાં આવી શકે છે ચુકાદો...

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે તેની અસર ધાર્મિક પરંપરાઓ પર પણ પડી છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે દેશમાં રથયાત્રા યોજવામાં આવી છે. ત્યારે દેશમાં ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા પુરી ખાતે નીકળતી હોય છે, જેને સુપ્રીમ કોર્ટ શરતી મંજૂરી આપી દીધી છે.



વાત જ્યારે ગુજરાતની કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે લાખો કરોડો લોકોની આસ્થા સંકળાયેલી છે. જો કે 143મી રથયાત્રાને લઈને અનેક તર્ક- વિતર્ક સર્જાયા હતા..જો કે આ અસમંજસ દુર થઈ છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા નિયમિત સમયે નિયમિત રૂટ ઉપર નિકળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.જનતા કર્ફ્યુ વચ્ચે 200 થી 250 હરિભક્તો જોડાઇ શકે છે. તેવી મંજૂરી રાજ્યના ગ્રહવિભાગે આપી છે.ત્યારે હવે અમદાવાદમાં 23 જૂનના રોજ જગન્નાથજીની રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.



મળતી માહિતી મુજબ ટ્રેકટરથી રથ ખેંચવામાં આવશે.. ત્રણેય રથને ખેંચવા માટે લોખંડના સ્પેશિયલ પાટા બનાવવામાં આવ્યા છે. જો કે સમગ્ર પરિસ્થિતિનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિરિક્ષણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રથાયાત્રાને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ બેઠક યોજી હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ, પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા હાજર રહ્યા હતા.



મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે આરિસ્સામાં પણ રથયાત્રાને રોક લગાવી હતી પરંતુ આજે શરતોને આધીન રથયાત્રા કાઢવા મંજૂરી આપવામાં આવી છે. ઓરિસ્સામાં બીજે ક્યાંય યાત્રા નીકાળી શકશે નહીં. આ મંજૂરી માત્ર પુરી માટે આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે અરજી કરીને કહ્યું હતું કે શ્રદ્ધાણુઓને શામેલ કર્યા વગર જ યાત્રા કાઢવામાં આવશે, જો સ્થિતિ બગડતી જોવા મળી તો ઓરિસ્સા સરકાર યાત્રા તથા ઉત્સવ રોકી શકે છે. ત્યારે અમદાવાદમાં પણ હાઈકોર્ટ શરતોને આધીન રથયાત્રા માટે પરવાનગી આપે તેવી શક્યતા છે. જો કે આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં પણ હાજરી આપવાના છે.