બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મહારાષ્ટ્રમાં કબ્રસ્તાન સમિતિએ મુસલમાનનો મૃતદેહ દફનાવવાનો કર્યો ઈનકાર, સ્મશાનમાં કરવામાં આવ્યા અગ્નિસંસ્કાર...

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસ સુધીનું એટલે કે 14 એપ્રિલ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 65 વર્ષીય વ્યક્તિનું બુધવારે મૃત્યુ થયું હતું, મુસ્લિમ સમુદાયના લોકો તેમનો જનાજો લઈને ચારકોપ નાકા પાસે પહોંચ્યા ત્યારે ત્યાંની કબ્રસ્તાન સમિતિએ દફનવિધિની મંજૂરી આપી નહોતી. પરિવારજનો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે સમિતિના સભ્યોને 2 કલાક સુધી સમજાવવા છતાં પણ તેના સભ્યોએ દફનવિધિની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ વહીવટી તંત્ર અને સમજસેવકોએ હિન્દૂ સ્મશાન ભૂમિ પ્રબંધન સમિતિ સાથે વાત કરીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૃતકનું બુધવારના રોજ જોગેશ્વરી સ્થિત હોસ્પિટલમાં નિધન થયું હતું. મૃતકના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમનું મૃત્યુ કોરોના વાયરસના લીધે થયું હોવાને કારણે કબ્રસ્તાન સમિતિ દ્વારા દફનવિધિ કરવાની મનાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ માલવણીમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.



મૃતકનું બુધવારના રોજ મૃત્યુ થયું હતું, દફનાવવાના વિવાદ બાદ સવારે તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મુદ્દે મહારાષ્ટ્રના મંત્રી અને માલવાણીના ધારાસભ્ય અસલમ શેખે કહ્યું હતું કે, સરકારી નિર્દેશો અનુસાર કોરોના વાયરસના લીધે મૃત્યુ પામેલા મુસ્લિમોને એકજ કબ્રસ્તાનમાં દફન કરવા જોઈએ. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, જે લોકોએ નિર્દેશનું ઉલ્લંઘન કર્યું છે તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના એક દિવસ અગાઉ કોરોના વાયરસના પીડિતને તે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.