બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાનો કચ્છમાં પ્રવેશ પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો, રાજ્યમાં કુલ 14 કેસ પોઝીટીવ, કોરોના સામે લડવા તંત્ર સજ્જ...

કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે કચ્છમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો છે . કચ્છમાં એક મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કચ્છના લખપતમાં એક મહિલાનો રીપોર્ય પોઝીટીવ આવ્યો છે. આ મહિલા સાઉદી અરબથી પરત ફરી હતી.


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કચ્છમાં પણ એક મહિલાનો કેસ પોઝીટીવ આવ્યો છે. આ મહિલાની સાથે સંપર્કમાં આવનાર અન્ય લોકોની પણ તપાસ શરુ કરવામાં આવી છે. લખપતની 59 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ગઈ કાલે કચ્છમાં એકજ દિવસમાં 6 જેટલા સસ્પેક્ટેડ કેસો સામે આવ્યા હતા તમામને ભુજની જનરલ હોસ્પીટલના આઈસોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અત્યારે હાલ ગુજરાતમાં કોરોનાના કુલ 14 કેસ પોઝીટીવ આવ્યા છે જેમાંથીં 3 કેસ વડોદરામાં, 3 સુરતમાં, 5 અમદાવાદમાં, 1 ગાંધીનગરમાં, 1 રાજકોટમાં અને 1 કેસ કચ્છમાં નોંધવામાં આવ્યો છે...  


દુનિયામાં કોરોના વાયરસની ઝપેટમાં આશરે 2 લાખ 70 હજાર લોકો આવી ગયા છે અને 11000 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કુલ 258 લોકો સંક્રમિત છે અને 4 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર 63 કેસો સાથે સૌથી વધારે અસરગ્રસ્ત છે તો ગુજરાતમાં સંક્રમિત લોકોની સંખ્યા 14 થઇ ગઈ છે.