બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અયોધ્યામાં ફસાયેલા 150 ગુજરાતીઓની વ્હારે આવ્યા આનંદીબેન પટેલ, 25 દિવસ બાદ પાછા આવશે ગુજરાત...

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું જેને લઈને ઘણા વ્યક્તિઓ જ્યાં છે ત્યા જ ફસાઈ ગયા હતા. ત્યારે ગુજરાતના 150 શ્રદ્ધાળુઓ અયોધ્યામાં ફસાઈ ગયા હતા. જેને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઉત્તરપ્રદેશમાં ફસાયેલા ગુજરાતના 150 શ્રદ્ધાળુઓની વ્હારે આવ્યા છે.

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 13 માર્ચના રોજ ચૈત્ર માસમાં રામધુન કરવા ગયેલા ગુજરાતીઓ 15 દિવસમાં પાછા આવાના હતા પરંતુ લોકડાઉનના કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા. છેલ્લા 15 દિવસથી આ લોકો ખુબજ દયનીય સ્થિતિમાં હતા, ત્યારે આ તમામ લોકોએ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને, ગુજરાતના મુખ્યમંત્રી, પરષોતમ રૂપાલા તેમજ મનસુખ માંડવીયાને રજૂઆત કરતા આ તમામ લોકોને ગુજરાત પાછા લાવવાના પ્રયાસો કર્યા હતા અને આ તમામ લોકો અયોધ્યાથી ગઈ કાલે રાત્રે 2 વાગે અયોધ્યાથી પાછા આવી રહ્યા છે.