બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકડાઉનને લઈ ખુબજ મહત્વના સમાચાર, તમામ રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવા કરી છે ભલામણ...

સમગ્ર દેશમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને 14 એપ્રિલના રોજ લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે.

ત્યારે સમગ્ર રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ ભલામણ કરી છે, જે કેસ સામે આવ્યા છે અને સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનની સમય મર્યાદા વધારવા માટેની ભલામણ કરી છે. લોકડાઉનને લઈને ANI ના હવાલાથી મોટા સમાચાર, અત્યારસુધી 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ લોકડાઉનની સમય મર્યાદા વધારવા માંગ કરી છે.

આ સ્થિતિમાં જે રીતે  સંક્રમણ વધી રહ્યું છે તેને નિયત્રણમાં રાખવા માટે તે જરૂરી છે તેવી ભલામણ કરવામાં આવી રહી છે.લોકડાઉનની સમય મર્યાદાને વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની ભલામણને લઈને કેન્દ્ર સરકાર પણ વિચાર વિમર્શ કરશે. કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે લોકડાઉનની સમય મર્યાદા વધારવી ખુબજ જરૂરી છે.

અલગ-અલગ રાજ્યમાં જ્યાં કોરોનાના કેસ નોંધાયા છે તે રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમજ લોકડાઉનને લઈને આ અંગેની વિચારણા પણ કેન્દ્ર સરકાર કરી રહી છે તેવી માહિતી ANI તરફથી આપવામાં આવી છે.