બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉન વધારવાના સસ્પેન્સનો આવશે અંત, PM મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્ણ...

કોરોના વાયરસના કહેરને લઈને સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે 21 દિવસ 14 એપ્રિલના રોજ સમાપ્ત થાય છે, ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન વધારવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જેને લઈને આજે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી વાત થઇ હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકડાઉનની મુદતમાં હજી 2 સપ્તાહનો વધારો થઇ શકે છે, એટલેકે દેશમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવામાં આવે તેવી પૂરી શક્યતાઓ માનવામાં આવી રહી છે. દેશમાં દિવસે ને દિવસે વધતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવી શકે છે.

આજે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક હતી જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીનો લોકડાઉન વધારવા બાબતે એક સુર આવતા દેશમાં લોકડાઉનની મુદતમાં વધારો થઇ શકે છે. PM મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન પણ લોકડાઉન વધારવાના નિર્ણયની તરફેણમાં.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિવિધ રાજ્યોના સીએમ સાથે ચાર કલાક બેઠક બાદ લોકડાઉન વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જાન હે તો જહાન હે મુદ્દા પર, સોશિયલ ડીસ્ટનસિંગ જેવી બાબતો પર ભાર મુક્યો હતો.