ભારતમાં 20 વર્ષમાં પહેલી વખત થયો ચમત્કાર, NASAએ આપી સમગ્ર માહિતી..
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કહેરને કારણે 40 દિવસનું લોકડાઉન લગાવવામાં આવેલું છે અને 3 મે સુધી આ ચાલુ રહેવાનું છે ત્યારે દેશના કેટલાય ભાગમાં વાયુ પ્રદુષણમાં જબરદસ્ત ઘટાડો નોંધવામાં આવ્યો છે. જેના કારણે ભારતમાં 20 વર્ષમાં પહેલી વખત ચમત્કાર જોવા મળ્યો છે.
અમેરિકન સ્પેસ એજન્સી NASAના મતે ઉત્તર ભારતમાં છેલ્લા 20 વર્ષમાં આવો ઘટાડો નોંધાયો છે. એજન્સીના સેટેલાઈટ સેન્સરે જાણ્યું કે ઉત્તર ભારતમાં એયરોસોલ લેવલ એટલે કે વાયુ પ્રદુષણ છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછું માપવામાં આવ્યું છે. યુનીવર્સીટી સ્પેસ રીસર્ચ એસોસીએશનના પવન ગુપ્તા જણાવે છે કે અમને ખબર હતી કે લોકડાઉન દરમ્યાન અમને કેટલીક જગ્યા પર વાયુમંડળીય સંરચનામાં પરિવર્તન જોઈશું, પરંતુ મેં આટલું ઓછું વાયુ પ્રદુષણ ક્યારેય જોયું નથી.
ભારત અને દુનિયાના બીજા દેશ એક વખત ફરીથી કામકાજ અને યાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે એવામાં આપને આને ભૂલવું જોઈએ નહિ.ઉલ્લેખનીય છે કે પ્રદુષણ સ્તરમાં ઘટાડો મુખ્યત્વે લોકડાઉન તેમજ સાથે સાથે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ વાયુ પ્રદુષણનું લેવલ વધ્યું નથી જેના લીધે વાયુ પ્રદુષણ 20 વર્ષની નીચલી સપાટી પર પહોંચી ચુક્યું છે.
પર્યાવરણવિદોના મતે લોકડાઉન પૂરું થયા બાદ સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ જેથી આ સ્થિતિને યથાવત રાખી શકાય.