બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના વાયરસને લઈ દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયુ, આવતી કાલે જાહેર થશે ગાઈડલાઈન, PM મોદીના સંબોધનની મહત્વની બાબતો...

સમગ્ર દેશમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈને સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે આજે સમાપ્ત થઇ ચુક્યું છે, ત્યારે PM મોદીએ આજે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે ભારતની લડાઈ મજબૂતી સાથે આગળ વધી રહી છે, તમે લોકોએ કષ્ટ સહન કરીને દેશને બચાવ્યો છે, ભારતવર્ષ ને બચાવ્યું છે. દેશ માટે એક અનુશાસિક સિપાઈની રીતે તમે તમારું કર્તવ્ય નિભાવો છો. આ ઉપરાંત વડાપ્રધાને બાબાસાહેબની જન્મ જયંતી પર આપડો સંકલ્પ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે. અત્યારે દેશના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ તહેવારોનો સમય છે. તેમજ લોકડાઉનના બંધન વચ્ચે દેશના લોકો જે પાલન કરે છે તે ખુબજ પ્રેરક તેમજ પ્રશંસનીય છે.
આજે પુરા વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિથી આપડે બધા જાણકાર છીએ. સમસ્યા વચ્ચે પણ લોકોએ અનુસાસનનું પાલન કર્યું, જયારે દેશમાં કોરોના વાયરસના 550 કેસો હતા ત્યારે ભરતે 21 દિવસનું લોકડાઉન લગાવ્યું તેમજ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારત ખુબજ સારી સ્થિતિ માં છે.

અન્ય દેશોમાં ભારતની તુલનામાં કોરોના ના કેસો 25 થી 30% વધારે છે, આપણે જે રસ્તો પસંદ કર્યો તે આજની સ્થિતિમાં બરાબર છે, સોશિયલ ડીસ્ટનસિંગ અને લોકડાઉનનો લાભ સમગ્ર દેશને મળ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતવાસિયોની જિંદગી સામે આર્થિક નુકસાનની કોઈ તુલના નથી. ભારત જે માર્ગે ચાલ્યું છે તેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે.

ભારતમાં પણ કોરોના સામેની લડાઈ આગળ કેવી રીતે વધે, તે બાબતો ને લઈને રાજ્યો સાથે નિરંતર ચર્ચા કરી છે અને દરેક રાજ્યોના અભિપ્રાય પ્રમાણે દરેક રાજ્યની એકજ વાત છે કે લોકડાઉન ને વધારવું જોઈએ, જેને લઈને ભારતમાં લોકડાઉનને 3 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આવતી કાલે એક ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે જેનું સમગ્ર દેશવાસીઓને પાલન કરવું ખુબજ જરૂરી છે. તેમજ તેમને દેશવાસીયોને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કોરોનાને આપડે કોઈ પણ કિંમત પર નવા વિસ્તારોમાં ફેલાવવા દેવાનો નથી, તેમજ પહેલાથી વધારે સતર્કતા દાખવવી પડશે તેમજ પહેલાતી વધારે કઠોર પગલા ઉઠાવવા પડશે. આવતા એક અઠવાડિયા સુધી ખુબજ કઠોર પગલા ઉઠાવવા પડશે.

20 એપ્રિલ સુધી દરેકજિલ્લાઓને, દરેક રાજ્યોને ખુબજ બારીકાઈથી પારખવામાં આવશે, જે રાજ્ય હોટસ્પોટ નહિ વધારવાદે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે જરૂરી ગતિવિધિઓની મંજુરી તેમજ છૂટછાટ આપવામાં આવશે. તેમજ તે સમયગાળામાં પોતે કોઈ લાપરવાહી કરવાની નથી અને અન્ય કોઈને પણ કરવા દેવાની નથી, તેમજ 20 એપ્રિલથી સીમિત છૂટ નું પ્રાધાન્ય ગરીબ ભાઈઓની આજીવિકાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે. ગરીબ ભાઈઓની જીવનમાં આવેલી મુશ્કેલીને ઓછી કરવાની છે, જે રોજ કમાયીને ખાય છે તે મારો પરિવાર છે.

આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખેડૂતો ને ઓછામાં ઓછી સમસ્યા થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. તેમજ દેશમાં વિપુલ માત્રામાં દવા અને અનાજનો જથ્થો છે. PM મોદીએ લોકો પાસે 7  બાબતોનો આગ્રહ કર્યો હતો. જે પૈકી,
  • ઘરના વડીલોનું વિશેષ ધ્યાન રાખો.
  • લોકડાઉન અને સોશિયલ ડીસ્ટનસિંગની લક્ષ્મણ રેખા નું પાલન કરો. ઘરે બનેલા માસ્કનો ઉપયોગ કરો.
  • પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય દ્વારા જણાવાયેલ ઉપાય કરો.
  • આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર થી ડાઉનલોડ કરો, બીજાને પણ પ્રેરિત કરો.
  • ગરીબ પરિવારોની ભોજનની વ્યવસ્થા કરો.
  • વ્યવસાય ઉદ્યોગમાં કામ કરતા લોકો પ્રત્યે સંવેદના દાખવો, કોઈને પણ કામ માંથી છુટા ન કરો.
  • કોરોના યોદ્ધાઓને સન્માન કરો ગૌરવ કરો.

આ ઉપરાંત છેલ્લે PM મોદીએ કહ્યું હતું કે, જ્યાં છો ત્યાં જ રહો સુરક્ષિત રહો. તેમજ રાષ્ટ્ર ને જીવંત અને જાગૃત બનાવી રાખો. હવે સમગ્ર દેશવાસીઓનું ધ્યાન આવતી કાલે જાહેર થનાર ગાઈડલાઈન પર છે કે તેમાં શું કોઈ છૂટ આપવામાં આવશે કે નહિ?