બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

21 દિવસ બાદ લોકડાઉન વધશે કે નહિ? દેશભરમાં ચાલી રહેલી લોકડાઉન લંબાવવાની અટકળનો આવ્યો અંત, કેન્દ્રીય ગૃહ સચિવનું મોટું નિવેદન...

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે મોદી સરકાર દ્વરા 24 માર્ચના રોજ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દિવસેને દિવસે કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ વધતા જતા કેસને લઈને દેશભરમાં એવી અટકળો ચાલી રહી હતી કે, આ લોકડાઉન લંબાશે કે કેમ! તો આવી અટકળોને લઈને હાલમાં જ કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા નું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં 21 દિવસ બાદ લોકડાઉન લંબાવવાનો સરકારનો અત્યારે કોઈ પ્લાન નથી, એટલે કે આગામી 21 દિવસ બાદ લોકડાઉન વધારવામાં આવશે નહિ. લોકોને 21 દિવસ બાદ મળશે રાહત.


ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે મોદી સરકાર દ્વારા 24 મી માર્ચના રોજ 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. તેવામાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે 21 દિવસ બાદ સરકાર લોકડાઉન વધારવાનો પ્લાન કરી રહી છે, તેવામાં કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં સરકાર દ્વારા લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો કોઈ પ્લાન નથી.