બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ રાખી સુરતમાં યોજવામાં આવ્યા અનોખા લગ્ન...

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો ક્યાંકને ક્યાંક અટવાઈ ગયા છે. સુરતમાં એકજ વિસ્તારમાં આજુ બાજુમાં રહેતા પરિવારના દીકરા દીકરીના લગ્ન આજે રાજસ્થાન ખાતે યોજવાના હતા પરંતુ લોકડાઉનના કારણે તે લગ્ન કેન્સલ થતા પરિવારની હાજરીમાં ઘરના ધાબા ઉપર જ યુવક યુવતીએ સાદાઈ થી લગ્ન કર્યા હતા.


કોરોના વાયરસના હાહાકારથી લોકડાઉનનો બીજો તબક્કો ભારતમાં શરુ થઇ ગયો છે ત્યારે સુરતમાં લોકડાઉન વચ્ચે અનોખા લગ્ન યોજાયા હતા, ઘરની અગાસી પર મુહુર્ત સાચવવા માટે યુગલ લગ્નના બંધને બંધાયા. માતાપિતાની હાજરીમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે માસ્ક પહેરીને યોજાયેલા લગ્નમાં મહેમાનોએ ઓનલાઈન વિડીયો જોઇને નવ યુગલ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકડાઉનના કારણે તમામ લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે અથવા તો મોફૂક રાખવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની સુચના આપવામાં આવી છે. 6 મહિના અગાઉ લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી ત્યારે પરિવારોમાં ખુશીનો માહોલ હતો અને રાજસ્થાન ખાતે ધામધૂમ પૂર્વક લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


કોરોના વાયરસની મહામારીને લઈને ભારત લોકડાઉન થઇ ગયું છે અને તેઓ રાજસ્થાન જઈ શક્ય નથી આખરે લગ્નની તારીખ હોવાથી તેઓએ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું ઘરની અગાસી પર જઈ માતા પિતાની હાજરીમાંજ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આ અનોખા લગ્નમાં દંપતીએ ખાસ કાળજી રાખી હતી અને તેઓ માસ્ક અને હાથમાં મોજા પહેરીને જ લગ્નની વિધિમાં બેઠા હતા. આ ઉપરાંત અન્ય પરિવારજનોએ વિડીયો કોન્ફરન્સથી લગ્નની વિધિ નિહાળી હતી.