બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

CM ઉદ્ધવ ઠાકરેના ઘરની નજીક એક ચાવાળાને કોરોના થયો, સમગ્ર "માતોશ્રી" સીલ કરવામાં આવ્યું...

સમગ્ર દેશભરમાં કોરોનાનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દેશમાં સૌથી વધારે કોરોના વાયરસ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે. દિવસે ને દિવસે મહારાષ્ટ્રની સ્થિતિ કફોડી બનતી જાય છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી બહાર એક ચાની દુકાન વાડાનો કોરોના પોઝીટીવ આવતા સી.એમ નિવાસ તેમજ આસપાસના તમામ વિસ્તારો સીલ કરી દેવામાં આવ્યા છે. આ અગાઉ મુંબઈમાં બે ખાનગી હોસ્પિટલના 39 સ્ટાફનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હાહાકાર મચી ગયો હતો.

BMC ના એક અધિકારીએ જણાવ્યા મુજબ સી.એમ ઉદ્ધવ ઠાકરેના ઘરની એકદમ નજીક ચા ની દુકાનવાળાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સાવચેતીના ભાગરૂપે માતોશ્રીને સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ તે સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરીને ડીસઇન્ફેક્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ ચાની દુકાન ધારકના ઘરમાં રહેતા બે વ્યક્તિના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હોવાનું જણાયું છે.