બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મહારાષ્ટ્રમાં વધતો જતો કોરોનાનો વ્યાપ, મુંબઈમાં 53 પત્રકારો કોરોના પોઝીટીવ...

સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે, જેમાં ઘણા સરકારી કર્મીઓ પણ કોરોના વાયરસનો ભીગ બન્યા છે. ત્યારે મુંબઈમાં વધુ 53 પત્રકારોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સોમવારના રોજ  શિવસેનાના નેતા અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના સભ્ય અમે ઘોલેએ જણાવ્યું હતું કે, પરીક્ષણ માટે મુંબઈના 167 પત્રકારોના નમૂના લેવામાં આવ્યા હતા, તે ઉપરાંત 53 પત્રકારો કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. 53 પત્રકારો પૈકી ચેનલ અને ન્યુઝ પેપરના રિપોર્ટર અને ફોટોગ્રાફરનો સમાવેશ થાય છે.

આ અગાઉ પણ મુંબઈમાં કેટલાક પત્રકારો કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા અને ત્યારબાદ હવે વધુ 53 પત્રકારોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તેમજ મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો 4483 પર પહોંચી ચુક્યો છે. તેમજ મુંબઈમાં 2724 લોકો કોરોના વાયરસના ભરડામાં આવી ગયા છે.