તો શુ હવે માસ્ક ના પહેનનારા ઓ ઉપર ગુજરાત સરકાર 10,000 ₹ દંડ લાગુ કરશે?
જાહેરમાં માસ્ક ન પહેરવાના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને, AHNA (Ahmedabad Hospitals and Nursing Homes Association ) એ ગુજરાત સરકાર ને રૂ. 10,000 નો સખત દંડ નો સુજાવ કર્યો છે.
કેરળનું ઉદાહરણ આપીને,જ્યાં સરકારે જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ જેલની સજા ફટકારી છે, AHNA એ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ફરજિયાત માસ્ક ના ઉપયોગ માટે કડક પગલાં લાદવાની તાકીદ કરી છે.
ફેસ માસ્ક અમદાવાદમાં કોવિડ -19 ના રોગચાળાના ફેલાવને નિયંત્રણ રાખવા માટે જરૂરી છે. પત્ર માં જણાવ્યા પ્રમાણે “રૂ .200 નો દંડ કોઈ હેતુ પૂરો કરતો નથી અને નિયમ લાગુ કરવા માટેનો વાસ્તવિક ખર્ચ 200 રૂપિયા કરતા વધુ ખર્ચાળ છે. તેમાં નોંધપાત્ર વધારો કરવો પડશે.
ટ્રાફિક ના નિયમો માં દંડ વધારવાથી ટ્રાફિકના નિયમ ના ઉલ્લંઘનને ઓછું કરવામાં મદદ મળી છે.એ સિદ્ધાંત અહીં લાગુ પડે છે.
AHNA એ ઘરો અને ફાર્મહાઉસો ઉપર પીપલ ગેધરિંગ પર પ્રતિબંધ મુકવા વિનંતી પણ કરી છે, કારણ કે આ રહેવાસીઓના "શિથિલ વલણ" ને કારણે પશ્ચિમ અમદાવાદથી નોંધાયેલા કોરોના વાયરસના કેસની વધતી સંખ્યાને આભારી છે,તેની સાથે જ દુકાનદારો અને ચાની લારી ઉપર પર દંડ લાદવાની વિનંતી કરી છે, કેમકે ત્યાં બહોળી સંખ્યા માં લોકો એકઠા થાય છે અને માસ્ક પહેરવાના નિયમોને અવગણે છે. આ ઉપરાંત AHNA એ Remdesivir ની તીવ્ર તંગીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
AHNA ના પ્રમુખ ભરત ગઢવી એ જણાવ્યું હતું કે “Remdesivir"તાત્કાલિક જરૂરી છે કારણ કે તે વેન્ટિલેટર પરના દર્દીઓને બચાવવામાં મદદ કરશે. સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી લોટ ફક્ત 10 જુલાઇના રોજ રાજ્યમાં આવશે. રાજ્ય ની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અછત જણાવાઈ રહી છે,અત્યારે, કોઈ પણ હોસ્પિટલમાં કોઈ સ્ટોક નથી અને સંબંધીઓને તેની શોધખોળ આડેધડ કરવામાં આવી રહી છે.