બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મહેસાણા પોલીસની કામગીરી થી પ્રભાવિત થઈ લિટલ ગર્લ RJ પાનેરી પોલીસ મથક પહોંચી...!

બાળકની નિખાલસતા, નિર્દોષ પ્રેમ અને સચ્ચાઈ પાસે હરકોઈ ઝૂકે છે. કારણ કે બાળકના મંતવ્ય અને રજુઆતમાં પારદર્શકતા અને સચ્ચાઈનો રણકાર હોય છે. આવી જ એક બાળકી આજે મહેસાણા પોલીસની કામગીરી થી પ્રભાવિત બની એ ડીવિઝન મથકે પહોંચી હતી.!



આ બાળકી બીજું કોઈ નહિ પરંતુ ટોપ એફએમની ટોપ ટેણી તરીકે જાણીતી મહેસાણાની RJ પાનેરી પોતે હતી. ગુજરાતમાં સૌથી નાની વયે રેડિયો જોકી બનેલી મહેસાણાની પાનેરી તેના વિશેષ અંદાજ થી ખૂબ લોકપ્રિય છે.



RJ પાનેરી એ કહ્યું કે કોરોના મહામારી વચ્ચે જિલ્લા પોલીસ વડા મનીષસિંગના માર્ગદર્શન નીચે મહેસાણા પોલીસ દ્વારા જે કામગીરી થઈ રહી છે. તે ખૂબ ગમી છે, એટલે પોતે રૂબરૂ સલામ કરવા અને થેંક્યું કહેવા આવી છે.!

મહેસાણાના તમામ બાળકો વતી RJ પાનેરી એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.ધર્મિષ્ટા ગોસ્વામી ને મળીને સલામ કરી અને પુષ્પ વર્ષા કરી  હતી. થેંક્યું મહેસાણા પોલીસ તેમ કહી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 



મહિલા પી.આઈ. ડી.બી ગોસ્વામી એ પણ બાળકીની લાગણી સ્વીકારી તેમને આવકારી હતી. લિટલ ગર્લ પાનેરી સાથે પોલીસ અધિકારીએ વાત કરી અને તેની સમજ અને શિસ્તની સરાહના કરી હતી. અને ચોકલેટ આપી મો મીઠું કરાવ્યું હતું.

આમ નાના બાળકો પણ મહેસાણા પોલીસ ની સરાહનીય કામગીરી થી ખુશ થઈ અભિવાદન કરી રહ્યા છે.