બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જાણો PM મોદીએ દીપ પ્રગટાવવા માટે 5 એપ્રિલના રાતના 9 વાગ્યાનો સમય જ પસંદ કેમ કર્યો?

સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસના કહેર સામે લડી રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશવાસીઓને અપીલ કરી છે કે દેશવાસીઓ આ સંકટના સમયે એકતા બતાવે. આ માટે વડાપ્રધાને દેશવાસીઓને 5 એપ્રિલ રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી તમામ લોકોને ઘરની લાઈટ બંદ કરી દીપ, મીણબત્તી તેમજ મોબાઈલની ટોર્ચ ચાલુ કરવા આહવાન કર્યું છે. દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે શું આની પાછળ કોઈ રહસ્ય છે કે પછી એકતા દર્શાવવા માટે જ છે ?

જો ધાર્મિક રીતે જોવામાં આવે તો હિન્દૂ સંસ્કૃતિમાં દીપ પ્રાગટ્યનું ઘણું મહત્વ છે. હિન્દૂ ધર્મમાં દીવાને ઈશ્વરનું પ્રતીક માનવામાં આવે છે. તેને ધર્મ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ધર્મ ગ્રંથોમા રોગને અંધકાર અને નકારાત્મક ઉર્જાઓનો સહાયક માનવામાં આવે છે. જેને હરાવવા માટે દૈવી શક્તિના પ્રતીકરૂપે દરરોજ સાંજે દીવો પ્રગટાવવાની વાત કરવામાં આવી છે. સંધ્યાકાળે પ્રગટાવવામાં આવેલો દીવો અજાણતામાં થયેલા પાપનો પણ નાશ કરે છે. દીવો આરોગ્ય તેમજ સુખ આપે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે દરરોજ સાંજે સુર્યદેવનું આસુરી શક્તિ સાથે યુદ્ધ થાય છે. પ્રાચીનકાળમાં ઋષી મુનિઓ તેમજ સામાન્ય ગૃહષ્થો પણ નિશ્ચિત રૂપે પૂજા કરતા હતા. આનાથી નકારત્નક ઉર્જા, રોગ અને દોષનો નાશ થાય છે.

હિન્દુ ધર્મમાં યૂગોથી પરંપરા ચાલતી આવી રહી છે કે કાર્તિક કૃષ્ણ તેરસ સાંજે એક દીવો ઘર પર લોકો પ્રગટાવીને રાખે છે. એવી માન્યતા છે કે આનાથી યમરાજ પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. સંયોગની વાત એ છે કે 5 એપ્રિલ રવિવારના સંધ્યાકાળમાં ત્રયોદશી તિથિ લાગી રહી છે, ધર્મગ્રંથો અનુસાર ત્રયોદશી તિથીની દેવી જયા છે, જે દીવ દુર્ગાની સાથે ચાલનારી યોગીની છે. આજ દેવી યુદ્ધના મેદાનમાં આગળ વધીને યોદ્ધાઓને વિજય બનાવે છે. આ માટે ત્રયોદશી તિથિના દિવસે સંધ્યાકાળે દીપ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.