બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કિરણ કુમાર પણ કોરાના વાયરસની ઝપેટમાં...

દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે.એક પછી એક અનેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. લૉકડાઉન લાગુ હોવા છતાંય આ જીવલેણ વાયરસના વધતા કેસ તમામને ચિંતામાં મૂકી દીધા છે.

હાલમાં મળતી માહિતી મુજબ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કિરણ કુમાર પણ કોરાનાની ઝપેટમાં આવી ગયા છે. તેઓએ જાતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કિરણ કુમારને કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં પરિવાર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે કિરણ કુમારની ઉંમર 74 વર્ષ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 14 મેના રોજ કિરણ કુમાર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી દીધા. તેઓએ પોતાના પરિવારથી પણ અંતર રાખી દીધું અને એક ફ્લોર પર જ પોતાને સીમિત કરી દીધી. તેઓ 10 દિવસથી ક્વૉરન્ટીન છે અને તેમનો બીજો કોવિડ-19 ટેસ્ટ 25 મેના રોજ થશે.

ઉલ્લેખનીય છે કે, કિરણ કુમાર પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક લોકો કોરોના સંક્રમિત હોવાના અહેવાલ સામે આવી ચૂક્યા છે. સૌથી પહેલા સિંગર કનિકા કપૂરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં બધા જ ચિંતામાં મૂકાઈ ગયા શતા. ત્યારબાદ નિર્માતા કરીમ મોરાની અને તેમની બે દીકરીઓ જોઆ મોરાની અને શાજિયા મોરાની સંક્રમિત થયા હતા. જોકે તેઓ તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા અને એકદમ સાજા થઈને ઘર પણ ગયા.