અનલોક-2ના પ્રથમ દિવસે જ પ્રસિધ્ધ સંતરામ મંદિરનો મોટો નિર્ણય, આગામી દિવસો સુધી મંદિર બંધ રહેશે...
રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી યથાવત છે. અને કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનો ફુફળો ફૂંકાયો છે અને નવા 675 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.. તો 24 કલાકમાં નવા 675 પોઝિટિવ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે.
જો કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નડિયાદના પ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે નડિયાદમાં પણ કોરોનાના કેસમાં ઝાડપભેર વધારો થઈ રહ્યો છે. તો સંકર્માણને ધ્યાનમાં રાખી સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં સુધી મંદિરને બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી મંદિર બંધ રાખવામાં આવશે.. સાથે જ મંદિરમાં યોજાતા ગુરુપૂર્ણિમાના પણ તમામ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારની ગાઇડ લાઈન પ્રમાણે મંદિર ખોલવામાં આવ્યું હતું. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ વધતા મંદિરના સત્તાધીશો દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.