રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદમાં સિવિલ ખાતે કોરોના માટે તૈયાર કરવામાં આવેલી નવી હોસ્પિટલની મુલાકાત લીધી...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને રાજ્યની સરકાર દ્વારા પણ કોરોના સામે લડવા માટે ત્વરિત પગલાં ભરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્યની સરકાર દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે, તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડની અત્યંત આધુનિક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
મુખયમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કોરોના વાયરસના દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અલાયદી તૈયાર કરવામાં આવેલ 1200 બેડની હોસ્પિટલ સુવિધાની મુલાકાત લીધી હતી. રાજકોટની એક ખાનગી કંપની દ્વારા કોરોના વાયરસના દર્દીઓને ધ્યાને લઈને માત્ર 10 દિવસમાં ઓછી કિંમતનું સ્વદેશી વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું. કંપની પ્રથમ એક હજાર વેન્ટીલેટર રાજ્ય સરકારને વિના મૂલ્યે આપશે.
આ ઉપરાંત કોરોના સામે લડવા માટે સમગ્ર દેશભરમાં હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. તથા ગુજરાતમાં તંત્ર દ્વારા પણ કોરોના સામે લડવા પગલાં લેવામાં આવી રહ્યા છે.