બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાના દર્દીઓમાં ચહેરાનો લકવો થવાના કેસનું વધતું જતું પ્રમાણ.

કોવિડ-19ના દરદીઓને ચહેરાનો લકવો (ફેસિયલ નર્વ પેરાલિસિસ) અથવા બેલ્સ પાલ્સિ થવાના કેસ વધતા જતા પ્રમાણમાં સર્વ સામાન્ય (કોમન) તથા જાય છે. એવા પણ કિસ્સા છે કે જેમાં કોવિડ થયાનું પાક્કુ નિદાન થયું ન હોય છતાં ફેસિયલ પેરાલિસિસ થયાના કેસ બન્યા છે. આવા કેસ એ શક્યતાનો નિર્દેશ કરે છે કે અસિમ્પ્ટોમેટિક (લક્ષણો જણાતાં ન હોય તેવા) દરદીઓને પણ આવો લકવો થઇ શકે છે.

વાઇરલ ઇન્ફેક્શનને કારણે બેલ્સ  પાલ્સિ થાય છે. કોરોનાવાઇરસ ચહેરાના જ્ઞાાનતંતુઓ પર હુમલો કરી  શકે છે પરિણામે જ્ઞાાનતંતુઓમાં સોજો, ફુગાવો કે દબાણ આવી શકે છે. આ સ્થિતિમાં જ્ઞાાનતંતુઓ ચહેરાના સ્નાયુઓ પર નિયંત્રણ રાખી શકતા નથી અને તેને કારણે સ્નાયુઓ ઢીલા કે નબળા પડી જાય છે તથા ચહેરા એક બાજુએ નમી જાય છે અને તેનો મૂળ આકાર ખોઇ બેસે છે. અલબત્ત, આ સ્થિતિ મોટે ભાગે હંગામી (થોડાક સમય પૂરતી) હોય છે.

ફક્ત કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી બીવાયએલ નાયર હોસ્પિટલ, મુંબઇ સેન્ટ્રલના ન્યૂરોલોજિ વિભાગના વડા ડો. રાહુલ ચાકોરે કહ્યું હતું કે અગાઉ કોવિડ દરદીને જવેલ્લ જ ચહેરાના લકવાની તકલીફ થયાનું જોવા મળતું પણ હવે મગજને લગતી (ન્યૂરોલોજિકલ) અન્ય તકલીફો ઉપરાંત હવે ચહેરાના લકવાના વધુ કેસ જોવા મળે છે. જો કે, ચહેરાના લકવાના બધા કેસ કોવિડગ્રસ્તોના  હોતા નથી તેથી કોરાનાવાઇરસથી આવો લકવો થાય છે તે નિશ્ચિત કરવા અમારે તેનો વધુ અભ્યાસ કરવો જરૂરી છે.

અગાઉ ચહેરાનો લકવો થવો યોગાનુયોગ હોય એમ અમને લાગતું હતું પણ હવે અમને ખબર પડી છે કે કોવિડ-19ને બેક્સ પાલ્સિ થવા સાથે સંબંધ છે એમ ન્યૂરોલોજિસ્ટ ડો. પ્રશાંત મખીજાએ કહ્યું હતું. ડોક્ટરો વલ્સિક્લોવિર અને કોર્ટિકો સ્ટેરોઇડઝ જેવી વિષાણુ વિરોધી દવાઓ જ્ઞાાનતંતુઓનો સાથે ઓછો કરવા ચહેરાના લકવાના દરદીઓને આપે છે.