બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દેશમાં ડોકટરો પર થયેલા હુમલાથી સલમાન ખાન લાલઘુમ, જાણો શું કહ્યું...

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં લઈને લોકડાઉનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને લઈને ડોક્ટર તેમજ નર્સીસ પોતાની કામગીરી ખુબજ સારી રીતે કરી રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક દેશમાં ડોકટરો પર હુમલાના બનાવો પણ ધ્યાનમાં આવ્યા છે.

સલમાન ખાને જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયગાળામાં લોકોએ ગ્થારની બહાર નીકળવું ના જોઈએ. તેમજ દેશમાં સેવા આપી રહેલા ડોકટરો તેમજ પોલીસની કામગીરીની સલમાનખાને ખુબજ પ્રસંશા કરી હતી. તેમજ દેશમાં જે વિસ્તારોમાં ડોકટરો પર હુમલા થઇ રહ્યા છે તેને સલમાનેખાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. આ ઉપરાંત સલમાનેખાને લોકોને પોતાના તમામ કામો ઘરમાં બેસીને જ કરવા માટે જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, બોલીવુડના મોટા ભાગના સ્ટાર્સ વીડિયોના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાનો સંદેશ આપતા નજરે પડી રહ્યા છે. સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરીને દેશમાં ડોકટરો પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા.