બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પત્નીથી ખોટું બોલીને બીઝનેસ ટ્રીપના બહાને ગયા બેંગકોક, પોલીસે ઘરે આવીને ક્વોરેન્ટાઈનનું બોર્ડ લગાવતા ફૂટ્યો ભાંડો...

સમગ્ર દેશભરમાં કોરોના વાયરસનું સંકટ છે ત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, સાથે સાથે વિદેશથી આવેલા લોકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા તેમના ઘરે જઈને ઘરની બહાર 14 દિવસની ક્વોરોન્ટાઈન નોટીસ પણ લગાવવામાં આવી રહી છે. 
આ વચ્ચે એક ટ્વીટર યુઝરે એક ટ્વીટ કર્યું છે, જે ખુબજ વાયરલ થઇ રહ્યું છે. અભિજિત નામના વ્યક્તિએ ટ્વીટર પર બે તસ્વીર શેર કરી છે જેમાં કેટલાક લોકો અને પોલીસ દેખાઈ રહી છે.
પોતાના ટ્વીટમાં અભિજીતે લખ્યું છે કે બે વ્યક્તિ પોતાની પત્નીઓને બેંગલુરું જવાનું કહીને બેંગકોક ગયા હતા. બંને ઘરે આવ્યા પછી પોલીસ તેમના ઘરે આવી અને ઘર પર ક્વોરોન્ટાઈન નોટીસ લગાવવામાં આવી હતી. પોલીસે બંનેના ટ્રાવેલ રેકોર્ડને જોઇને તેમના ઘરે પહોંચી હતી અને તેમના પત્નીઓને પણ સમજાવવામાં આવ્યા હતા કે શા માટે તેમને ક્વોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
જેથી બંને વ્યક્તિઓનું જુઠ્ઠાણું તેમની પત્ની સામે આવી ગયું હતું. હવે સોશિયલ મીડિયા પર લોકો આ વાતની ચિંતા કરી રહ્યા છે કે હકીકત જાણ્યા પછી બંનેની પત્નીઓએ તેમની સાથે શું કર્યું હશે. 
તંત્ર દ્વારા કોરોના વાયરસને ફેલાવતો રોક્વા માટે વિદેશથી આવેલા લોકોને 14 દિવસના કોરોન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે તેમજ તેમના ઘરની બહાર ક્વોરોન્ટાઈનનું પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યું છે.