બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

વડાપ્રધાન મોદીએ કહ્યું દેશના 130 કરોડ લોકો કોરોનાના અંધકારને ભગાડવા માટે શક્તિરૂપી તેજ પ્રકાશ ફેલાવે...

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ આક્ર પગલા લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં 21 દિવસનું એટલેકે 14 એપ્રિલ સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનના સમયગાળા દરમ્યાન આજે વડાપ્રધાન દ્વારા દેશને વિડીયો સંદેશથી સંબોધન કર્યું હતું.

વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, કોરોનાના સંકટને પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે, આ 5 એપ્રિલે આપડે સાથે મળીને 130 કરોડ દેશવાસીઓની મહા શક્તિનું જાગરણ કરવાનું છે. 130 કરોડ દેશવાસીઓના મહા સંકલ્પને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો છે. 5 એપ્રિલ રવિવારે રાત્રે 9 વાગ્યે હું તમારા બધાની 9 મિનીટ માંગું છું. 5 એપ્રિલ રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે ઘરની બધી લાઈટો બંધ કરીને ઘરના દરવાજા પર અથવા તો ઘરની ગેલેરીમાં ઉભા રહીને 9 મિનીટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા તો મોબાઈલની ફ્લેશ લાઈટ 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનીટ સુધી ચોક્કસથી પ્રગટાવો.



આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોરોનાની ચેઈન તોડવાનો સોશિયલ ડીસ્ટન્સીંગ જ રામબાણ ઈલાજ છે. તેમજ આ આયોજનમાં એકસાથે એકઠા થવાનું નથી. આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે આપડે એકલા નથી તે દેખાડીશું તેમજ કોઈ પણ એકલું નથી. આપણે એકજ લક્ષ્ય સાથે લડી રહ્યા છીએ તે દેખાડવાનું છે.

આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું કે, સોશિયલ ડીસ્ટન્સીંગની લક્ષ્મણ રેખાને ક્યારેય પાર કરવાની નથી તેમજ કોઈ પણ પરિસ્થિતિમાં તેને તોડવાનું નથી. તેમજ તેમને કહ્યું હતું કે, 5 એપ્રિલે પ્રકાશ પર્વથી કોરોનાને હરાવવાનો છે.