કોરોના વાયરસને લઈ વડાપ્રધાનનું દેશને પ્રજાજોગ સંબોધન, જાણો વડાપ્રધાનના સંબોધનની મહત્વની વાતો...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઈ ને હાહાકાર મચી ગયો છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે, કોરોના વાયરસ સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુવારે રાત્રે 8 વાગે દેશને પ્રજાજોગ સંબોધન કરવામાં આવ્યું હતું.
જાણો વડાપ્રધાન ના સંબોધન ની મહત્વની વાતો:
- ભીડભાળ વાળા સ્થળો, સામાજિક પ્રસંગોથી દૂર રહેવું
- 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ લાગુ થાય અને રાજ્ય સરકાર તેનો અમલ કરવામાં મદદ કરે
- તમામ સંગઠનો રવિવાર સુધીમાં જનતા કરફ્યુ નો સંદેશો પહોંચાડે
- જનતા ભય ના માર્યા ખરીદી ન કરે આવશ્યક પુરવઠો જળવાઈ રહેશે.
- અનિવાર્ય સંજોગો હોય ત્યારે જ ઘરની બહાર નીકળો, જરૂરી કામો ઘરેથી જ પતાવો
- વરિષ્ઠ નાગરિકો ઘરની બહાર ન નીકળે.
- ડરો નહીં પરંતુ સાવચેત રહો
- મદદ કરનારા માટે 5 મિનિટ આભાર વ્યક્ત કરીએ
- કર્મચારીઓનો પગાર ન કાપવા આગ્રહ