બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 175 પર પહોંચી, 15 વ્યક્તિઓના મૃત્યું...

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે, આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.


રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આજે સવાર થી અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 175 કેસ સામે આવ્યા છે. રાજ્યના 33 જિલ્લાઓ માંથી 17 જિલ્લાઓમાં કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધતા આંકડો 175 સુધી પહોંચી ચુક્યો છે. તંત્ર અને આરોગ્ય વિભાગે પણ તકેદારીના પગલાં વધારી દીધા છે.


રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 83 કેસ સામે આવ્યા છે, અમદાવાદનો નહેરુબ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના 175 કેસ પૈકી અમદાવાદમાં 83, સુરતમાં 22, રાજકોટમાં 11, વડોદરામાં 12, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 14, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 1, મોરબીમાં 1, આણંદમાં 1, સાબરકાંઠામાં 1 કેસ નોંધવામાં આવ્યા છે.