બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 45 પોઝીટીવ કેસ નોંધાયા, સૌથી વધારે કેસ અમદાવાદમાં...

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને આજે PM મોદી દ્વારા લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્યમાં ગઈ કાલ સાંજથી અત્યારસુધી વધુ કેટલાક પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા છે.

રાજ્યમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધી (14/04/2020 Till 10:50 Am) વધુ 45 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે, જે પૈકી અમદાવાદમાં 31, સુરતમાં 9, ભાવનગરમાં 1, મહેસાણામાં 2, દાહોદમાં 1, તેમજ ગાંધીનગરમાં વધુ 1 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે. તેમજ ગઈકાલ સાંજથી અત્યારસુધીમાં વધુ 1 વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવી છે.

રાજ્યમાં વધુ 45 કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 617 પર પહોંચી ચુકી છે જે પૈકી 527 સ્ટેબલ, 9 વ્યક્તિ વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ 55 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 45 કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 617 પર પહોંચી ચુકી છે, જિલ્લાવાર જેની માહિતી આ પ્રમાણે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 79 પોઝીટીવ તેમજ 1917 નેગેટીવ નોંધવામાં આવ્યા છે, આ ઉપરાંત રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 14980 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 617 પોઝીટીવ, અને 14363 નેગેટીવ નોંધવામાં આવ્યા છે.