બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાને લઈ રાજ્યમાટે આંશિક રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહિ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજના દિવસમાં કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી કોરોના વાયરસના સંક્રમિત કેસો વિશેની માહિતી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજ સવારથી અત્યાર સુધી વધુ 7 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે, જેથી પોઝીટીવ કેસની સંખ્યા 186 પર પહોંચી ચુકી છે આજે નોંધાયેલા 7 કેસ માંથી વડોદરામાં 5 અને ભાવનગરમાં વધુ 2 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ સવારથી અત્યારસુધીમાં રાજ્યમાં કોઈનું મૃત્યુ થયા નથી, તેમજ કોઈ પણ વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો નથી.

રાજ્યમાં 7 વધુ પોઝીટીવ કેસ નોંધાતા કોરોના વાયરસના સંક્ર્મીતોની સંખ્યા 186 પર પહોંચી ચુકી છે, જેમાંથી 25 વ્યક્તિઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જયારે કોરોના વાયરસથી અત્યારસુધીમાં 16 વ્યક્તિઓના મૃત્યુ થઇ ચુક્યા છે. તેમજ 143 વ્યક્તિઓની તબિયત સ્ટેબલ છે તથા 2 વ્યક્તિઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. એટલે કે રાજ્યમાં અત્યારે 145 કેસ પોઝીટીવ છે.

રાજ્યમાં નોંધાયેલ 186 કેસ પૈકી અમદાવાદ 83, સુરત 23, રાજકોટ 11, વડોદરા 18, ગાંધીનગર 13, ભાવનગર 18, કચ્છ, મહેસાણા, ગીર સોમનાથમાં 2-2 કેસ, પોરબંદરમાં 3, પંચમહાલ, છોટા ઉદેપુર,જામનગર, મોરબી, આણંદ, સાબરકાંઠામાં 1-1 કેસ, તેમજ પાટણમાં 5 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે.