બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર, સવારથી અત્યારસુધીમાં વધુ 70 પોઝીટીવ કેસો નોંધાયા...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યમાં સૌથી વધારે પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે, જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આ તમામ માહિતી આપી હતી.

જયંતી રવિના જણાવ્યા પ્રમાણે આજે સવારથી અત્યારસુધીમાં (10/04/2020 Till 07:50 Pm) રાજ્યમાં વધુ 70 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે, જે પૈકી 44 કેસ અમદાવાદમાં, 20 કેસ વડોદરામાં, 3 કેસ સુરતમાં, તેમજ 3 કેસ ભરૂચમાં નોંધવામાં આવ્યા છે. તેમજ 3 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એકસાથે 70 કેસ નોંધાય તે કોઈ આશ્ચર્યજનક બાબત નથી, આ તમામ કેસો માંથી મોટાભાગના કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં ટેસ્ટીંગ વધતા જ કોરોના પોઝીટીવની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. 70 કેસો પૈકી 44 કેસ અમદાવાદમાં મોટાભાગે હોટસ્પોટ વિસ્તારના નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1559 ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે, જેમાંથી 116 પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા છે, 1300 કેસ નેગેટીવ નોંધવામાં આવ્યા છે તેમજ 103 કેસના રીપોર્ટ આવવાના હજી બાકી છે.

રાજ્યમાં વધુ 70 કેસ નોંધાતા કોરોના સંક્ર્મીતની સંખ્યા 378 થઇ ગઈ છે. જે પૈકી અમદાવાદમાં 197, સુરતમાં 27, રાજકોટમાં 18, વડોદરામાં 59, ગાંધીનગરમાં 14, ભાવનગરમાં 22, કચ્છ 4, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલ 1, છોટા ઉદેપુર 2, જામનગર 1, મોરબી 1, આણંદ 2, દાહોદ 1, સાબરકાંઠા 1, ભરૂચ 7 તેમજ પાટણમાં 14 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં 378 કેસો પૈકી 323 સ્ટેબલ છે તથા 3 વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં અત્યારસુધીમાં 33 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.