બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત પર કસાતો કોરોનાનો સકંજો, રાજ્યમાં કોરોના વાયરસના વધુ 54 કેસ પોઝીટીવ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજના દિવસમાં કોરોના વાયરસના વધુ પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી કોરોના વાયરસના સંક્રમિત કેસો વિશેની માહિતી આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધી (11/04/2020 Till 10:50 Am) વધુ 54 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે, જેથી પોઝીટીવ કેસની સંખ્યા 432 પર પહોંચી ચુકી છે આજે નોંધાયેલા 54 કેસ માંથી અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3,સુરતમાં 1 અને ભાવનગરમાં વધુ 1 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ ગઈ કાલ સાંજ થી અત્યારસુધીમાં 1 વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવી છે. આ ઉપરાંત જયંતી રવીએ જણાવ્યું હતું કે, સમગ્ર પરિસ્થિતિ અંકુશમાં જ છે, આ કોઈ આશ્ચર્યજનક બાબત નથી.

રાજ્યમાં 54 વધુ પોઝીટીવ કેસ નોંધાતા કોરોના વાયરસના સંક્ર્મીતોની સંખ્યા 432 પર પહોંચી ચુકી છે, જેમાંથી કુલ 34 વ્યક્તિઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જયારે કોરોના વાયરસથી અત્યારસુધીમાં 19 વ્યક્તિઓના મૃત્યુ થઇ ચુક્યા છે. રાજ્યમાં નોંધાયેલા 432 કેસો પૈકી 379 કેસો સક્રિય છે જેમાંથી 376 સ્ટેબલ છે તથા 3 વ્યક્તિઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં વધુ 54 કેસ નોંધાતા કોરોના સંક્ર્મીતની સંખ્યા 432 થઇ ગઈ છે. જે પૈકી અમદાવાદમાં 228, સુરતમાં 28, રાજકોટમાં 18, વડોદરામાં 77, ગાંધીનગરમાં 14, ભાવનગરમાં 23, કચ્છ 4, મહેસાણા 2, ગીર સોમનાથ 2, પોરબંદરમાં 3, પંચમહાલ 1, છોટા ઉદેપુર 2, જામનગર 1, મોરબી 1, આણંદ 2, દાહોદ 1, સાબરકાંઠા 1, ભરૂચ 7 તેમજ પાટણમાં 14 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 124 કેસ પોઝીટીવ, 1187 કેસ નેગેટીવ આવ્યા છે અને 282 રીપોર્ટ પેન્ડીંગ છે.