બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 34 કેસ પોઝીટીવ, અમદાવાદમાં કોરોના વાયરસના 320 કેસ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઈને તંત્ર સતર્ક થઇ ગયું છે. આજે સવારથી લઈ અત્યાર સુધી વધુ કેટલાક પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા હતા. જેની માહિતી આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજીને આપી હતી.

જયંતી રવીએ જણાવ્યું હતું કે, આજે સવાર થી અત્યારસુધી (13/04/2020 Till 07:50 Pm) વધુ 34 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં 25, ભરૂચમાં 3, વડોદરામાં 5, તેમજ પંચમહાલમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં નોંધાયેલ 25 કેસ પૈકી મોટાભાગના કેસ હોટ્સપોટ વિસ્તરમાંથી નોંધવામાં આવ્યા છે. તેમજ આજે વધુ 7 વ્યક્તિઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં વધુ 34 કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 572 પર પહોંચી ચુકી છે. જે પૈકી 484 દર્દીઓ સ્ટેબલ, 8 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 54 વ્યક્તિઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2536 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 60 પોઝીટીવ, અને 1767 નેગેટીવ નોંધવામાં આવ્યા છે, આ ઉપરાંત રાજ્યમાં કુલ 14251 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 572 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે.

રાજ્યમાં નોંધાયેલા 572 કેસો પૈકી અમદાવાદમાં 320, સુરતમાં 33, રાજકોટમાં 18,વડોદરામાં 107, ગાંધીનગરમાં 15, ભાવનગરમાં 23, કચ્છમાં 4, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 2, છોટા ઉદેપુરમાં 3, જામનગરમાં 1, મોરબીમાં 1, આણંદમાં 9, દાહોદમાં 1, સાબરકાંઠામાં 1, ભરૂચમાં 11, બનાસકાંઠામાં 2 તેમજ પાટણમાં 14 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે.