રાજ્યમાં કોરોના વાયરસના વધુ 105 કેસ પોઝીટીવ, સૌથી વધારે અમદાવાદમાં 492 કેસ...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના વધુ કેટલાક પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.
જયંતી રવીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ સાંજથી અત્યારસુધી (16/04/2020 Till 10:50 Am) વધુ 105 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. જે પૈકી, અમદાવાદમાં 42, સુરતમાં 35, વડોદરામાં 6, આણંદમાં 8, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, નર્મદામાં 4 તેમજ ગાંધીનગર, ખેડા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ વધુ 3 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 36 પર પહોંચી ચુક્યો છે.
રાજ્યમાં વધુ 105 પોઝીટીવ કેસ સામે આવતા સંક્ર્મીતોની સંખ્યા 871 પર પહોંચી ચુકી છે. જે પૈકી 767 સ્ટેબલ, તેમજ 5 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 64 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 176 કેસ પોઝીટીવ સામે આવ્યા છે. તેમજ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 20204 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના સંક્ર્મીતોની સંખ્યા 871 પર પહોંચી ચુકી છે જે પૈકી, અમદાવાદમાં492, સુરતમાં 86, વડોદરામાં 127, રાજકોટમાં 27, ગાંધીનગરમાં 17, ભાવનગરમાં 26, કચ્છમાં 4, મહેસાણામાં 4, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 6, પાટણમાં 14,છોટા ઉદેપુરમાં 5, જામનગરમાં 1, મોરબીમાં 1, સાબરકાંઠામાં 1, આણંદમાં 25, દાહોદમાં 2, નર્મદામાં 6, બનાસકાંઠામાં 6, ખેડામાં 2, ભરૂચમાં 13, તેમજ બોટાદમાં 1 કેસ પોઝીટીવ આવ્યો છે.