રાજ્યમાં કોરોના વાયરસના વધુ 176 કેસ પોઝીટીવ, અમદાવાદમાં 700 ને પાર...
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સાંજથી અત્યારસુધી રાજ્યમાં વધુ કેટલાક પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા, જેની માહિતી જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.
જયંતી રવીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ગઈકાલ સાંજથી અત્યારસુધીમાં (18/04/2020 Till 10:50Am)કોરોના વાયરસના વધુ 176 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જે પૈકી, અમદાવાદમાં 143, વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1 અને પંચમહાલમાં પણ 1 કેસ નોંધવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના વધુ 176 કેસ નોંધવામાં આવતા સંક્ર્મીતોની સંખ્યા 1272 પર પહોંચી ચુકી છે. આ ઉપરાંત રાજ્યમાં આજે વધુ 7 લોકોના મૃત્યુ થયા છે તથા 2 વ્યક્તિઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા 1272 કેસો પૈકી 1129 સ્ટેબલ, 8 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 88 વ્યક્તિઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે 48 વ્યક્તિઓના મૃત્યુ થઇ ચુક્યા છે.
રાજ્યમાં નોંધાયેલા 1272 કેસોની જિલ્લાવાર માહિતી આ પ્રમાણે છે: