રાજ્યમાં કોરોના વિસ્ફોટ છેલ્લા 24 કલાકમાં 277 પોઝીટીવ કેસ નોંધાયા, સૌથી વધારે અમદાવાદમાં 247 કેસ નોંધાયા...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે વધુ પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.
જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સવારથી અત્યારસુધી (18/04/2020 Till 07:50 Pm) વધુ 104 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. જે પૈકી અમદાવાદમાં 96, વડોદરામાં 3, ભાવનગરમાં 2 તથા મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં વધુ 1-1 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં વધુ 5 વ્યક્તિઓના કોરોના વાયરસને કારણે મૃત્યુ થયા છે તેમજ વધુ 5 વ્યક્તિઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોના વાયરસના વધુ 104 કેસ નોંધાતા સંક્ર્મીતોની સંખ્યા 1376 પર પહોંચી ચુકી છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ 53 વ્યક્તિઓના મૃત્યુ થયા છે તથા 93 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 2664 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 277 પોઝીટીવ સામે આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં કુલ 26102 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 1376 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા 1376 કેસ પૈકી 1220 સ્ટેબલ, 10 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. વધુમાં જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યના વધુ ને વધુ લોકો આરોગ્ય સેતુ એપ્લીકેશનનો ઉપયોગ કરે તે ખુબજ જરૂરી છે. તથા કોરોનાથી વધતા કેસોથી ગભરાવવાની જરૂર નથી તેવું પણ જણાવ્યું હતું.
રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસની જિલ્લાવાર માહિતી આ પ્રમાણે છે: