બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, કર્મચારીઓના પેન્શનરો અને મોંઘવારી ભથ્થા કાપવાનો નિર્ણય અમાનવીય...

કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થા પર કાપ મુકવામાં આવ્યો છે ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા પર સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ જણાવ્યો હતો.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, લાખો કરોડો રૂપિયાની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સેન્ટ્રલ વિસ્ટા બ્યુટીફિકેશન પ્રોજેક્ટને રદ કરવાના બદલે કોરોના સામે લડી રહેલા અને જનતાની સેવા કરનારા કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનરો અને દેશના જવાનોના મોંઘવારી ભથ્થાને કાપવાનો સરકારનો નિર્ણય અસંવેદનશીલ તથા અમાનવીય નિર્ણય છે.


ઉલ્લેખનીય છે કે ગત મહિને મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનરોને ભેટ આપતાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો  પરંતુ કોરોનાના સંકટને કારણે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે કપ મુકવામાં આવ્યો છે તેનાથી સરકારને સવાલાખ કરોડ રૂપિયાની બચત થશે.