બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મોદી-ટ્રમ્પ પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું જીવન રક્ષક દવા પહેલા ભારતીયોને મળવી જોઈએ...

કોરોના વાયરસ સામેના જંગમાં તમામ દેશો સામે આવી ગયા છે, જેની વચ્ચે ભારત સરકાર દ્વારા આજે મેલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન દવાની નિકાસ પર આંશિક પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત મેલેરિયાની દવા વિશ્વમાં સૌથી વધારે ઉત્પન્ન કરતો દેશ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે મેલેરિયાની દવા માંગી હતી, અને ચેતવણી આપી હતી કે જો ભારત મેલેરિયાની દવાના નિકાસ પર પ્રતિબંધ નહિ હટાવે તો જોઈ લઈશું. ત્યારબાદ ભારત સરકાર દ્વારા હાઇડ્રોક્લોરોક્વીનની નિકાસ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે,કોરોના વાયરસ સામેના જંગમાં ભારતે બીજા દેશોની મદદ કરવી જોઈએ પરંતુ જીવનરક્ષક દવા પહેલા ભારતીયોને મળવી જોઈએ.

રાહુલ ગાંધીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતનું અપમાન ગણાવ્યું છે. તેમજ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "મિત્રોમાં બદલાની ભાવના? સંકટના સમયમાં ભારતે બીજા દેશોની મદદ જરૂર કરવી જોઈએ પરંતુ જીવનરક્ષક દવાઓ પહેલા ભારતીયઓને પુરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવી જોઈએ."