બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાને કારણે ભારતનું આર્થિક ભાવી અનિશ્ચિતતાનાં અંધકારમાં ડૂબી જશે : RBI

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે સમગ્ર દેશમાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે રીઝર્વ બેન્કના મોનેટરી પોલીસી રીપોર્ટમાં ભારતનું આર્થિક ભાવી અનિશ્ચિતતાના અંધકારમાં ડૂબી જવાની ભીતિ રજુ કરવામાં આવી છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર લોકડાઉનને કારણે દેશની આર્થીક સ્થિતિ અને નાણાકીય ડામાડોળ થઇ જશે. દેશની ઈકોનોમી પર કોરોનાની માઠી અસરો ઉદ્ભવશે. કોરોનાના કારણે દેશની ઇકોનોમીમાં રિકવરીનું આખું ચિત્ર બદલાઈ જશે. તેમજ દેશના આર્થિક વિકાસનો ગ્રાફ ઝડપથી ગગડી શકે તેવી ભીતિ RBI એ વ્યક્ત કરી છે.

RBI એ ગયા મહીને તેની પોલીસી સ્ટેટમેન્ટમાં પુનરોચ્ચાર કર્યો હતો કે દેશની આર્થિક સ્થિતિ અને નાણાકીય સ્થિતિ ખુબજ અનિશ્ચિત છે, તેમજ હાલના તબક્કે GDP ગ્રોથનો કોઈ અંદાજ રજુ કરાય તેવી કોઈ સ્થિતિ નથી. આ ઉપરાંત RBI એ જણાવ્યું હતું કે, અનેક દેશોમાં લોકડાઉન અને કર્ફ્યુંને કારણે ગ્લોબલ પ્રોડક્શન ઠપ થઇ ગયું છે અને સપ્લાય ચેન તૂટી ગઈ છે. ટ્રેડ અને ટુરીઝમની કમર તૂટી ગઈ છે. ઇકોનોમીમાં મંદી ચાલુ હતી અને તેને રીકવર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે જ કોરોનાએ ઇકોનોમીને મરણતોલ ફટકો માર્યો છે.