બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના મહામારી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડને લઈને RBI ની મહત્વપૂર્ણ જાહેરાત...

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કહેરને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી રહી છે ત્યારે દેશની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડને લઈને ખુબજ અગત્યની જાહેરાત કરી છે.

મ્યૂચ્યુઅલ ફંડ પર લિક્વિડિટીનું દબાણ ઓછું કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ મ્યુચ્યઅલ ફંડ માટે 50 હજાર કરોડની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે. RBIના આ નિર્ણયનું પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે પણ સ્વાગત કર્યુ છે.

આ નિર્ણય અંતર્ગત બેંક 90 દિવસનો ફંડ ભારતીય રિઝર્વ બેંકના રેપો વિંડોથી લઈ શકે છે અને તેનો ઉપયોગ માત્ર મ્યૂચ્યુઅલ ફંડને દેવા આપવા અથવા તેમની પાસેના કોર્પોરેટ પેપર ખરીદવામાં કરી શકે છે. આ યોજના 27 એપ્રિલથી 11 મે સુધી ચાલુ રહેશે. પી. ચિદમ્બરમે જણાવ્યુ કે, મેં બે દિવસ પહેલા જ ચિંતા જાહેર કરી હતી, આપણી ચિંતા પર RBI એ ધ્યાન આપ્યુ અને આ નિર્ણય લીધો.